લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ એનડીએ સતત ત્રીજી ટર્મમાં સરકાર બનાવશે તેની ખાતરી થવાની સાથે રોકાણકારોમાં રાહત જોવા મળતી નજરે ચડી છે. સેન્સેક્સ આજે 10.18 વાગ્યા સુધીમાં 696.46 પોઈન્ટના ઉછાળા સાથે 75000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 23000ની સપાટી નજીક પહોંચ્યો છે.
10.30 વાગ્યે સેન્સેક્સ 726.46 પોઈન્ટના ઉછાળા સાથે 75108.40 પર, જ્યારે નિફ્ટી 226.55 પોઈન્ટના ઉછાળા સાથે 22846.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી-50માં ટ્રેડેડ 35 સ્ટોક્સ સુધારા તરફી અને 15 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.