બિહારની રાજધાની પટનામાં વિપક્ષી એકતા અંગે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક પહેલા જ જનતા દળ (યુનાઈટેડ)એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ વટહુકમનો મુદ્દો ઉઠાવવા તૈયાર છે, પરંતુ હવે જેડીયુએ કહ્યું છે કે બેઠકનો એજન્ડા 2024 માટે વિપક્ષી એકતાનો જ રહેશે
બેઠકમાં કયા નેતાઓ હાજરી આપશે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી
એનસીપી ચીફ શરદ પવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા
સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન
સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરી
સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા