યુ.એનના નવનિયુક્ત મહાસચિવ એંટનિયો ગુટરેસ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા ઈચ્છે છે. ગુટરેસ રશિયાના રાષ્ટ્રપતિની સાથે થયેલી સફળ મુલાકાતની જેમ જ ટ્ર્મ્પ સાથેની મુલાકાતને પણ ફળદાયી બનાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે થોડા દિવસો પહેલા યુ.એન. વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી.