કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં શ્રીપદ નાઈક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની પત્નીનું મોત થયું હતું. ઘટના બાદ બંનેને તાકીદે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સારવાર બાદ શ્રીપદ નાઈક ભાનમાં આવી ગયા છે. બીજી તરફ સારવાર દરમિયાન તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા. નાઈકના પત્ની વિજયાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેમનું મોત થયું હતું. આ ઉપરાંત નાઈકના એક સહાયકનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, જે એસયુવીમાં નાઈક સવાર હતા તેમાં કુલ છ લોકો હાજર હતા.