મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કાન નીચે લાફો મારવો જોઇએ એવું અપમાનજનક નિવેદન આપનારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. રત્નાગિરીના સંગમેશ્વરમાં રાણેની ધરપકડ કરાતા રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.
દરમિયાન રાણેની ધરપકડ અગાઉ જામીન અરજી સ્થાનિક કોર્ટે ફગાવી દીધી હતી. આથી મુંબઇ હાઇકોર્ટમાં ગયા હતા ત્યાં પણ જામીન અરજી પર સુનાવણી કરવાની ના પાડવામાં આવી હતી. આમ રાણેને તાત્કાલિક રાહત મળી નહોતી. જો કે મોડી રાત્રે તેમને જામીન મળી ગયા હતા.