ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઇકાલે 22 નવેમ્બરે ગાંધીનગરમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી.ગાંધીનગરમાં ભાજપની સભામાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.. કેજરીવાલને ટોણો મારતા માંડવિયાએ કહ્યું કે, મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું ત્યારે ઝાડુવાળાની પાર્ટી અસ્તિત્વમાં પણ ન હતી અને તેઓ સફાઈની વાતો કરે છે.! તો બીજી તરફ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ કહ્યુ કે, કોંગ્રેસ છેલ્લી 4 ટર્મથી મેનિફેસ્ટોમાં ફ્રી આપવાની વાતો કરે છે. તેઓને સત્તામાં આવવું નથી એટલે માત્ર વાયદાઓની વાતો કરે છે.