કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯,૨૦,૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલ હતો. આ સ્પર્ધામાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 22000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.