ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો હાજરી આપશે.