કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર પ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ આજે (18 ઓગસ્ટ, રવિવાર) અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. અહીં તેઓ અનેક જનકલ્યાણ અને લોકહીતના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે, જે અંતર્ગત શહેરના થલતેજ, વેજલપુર, મકરબા, પ્રહલાદનગર, બોડકદેવ, નવા વાડજ, અને સાબરમતી જેવા વિસ્તારોમાં લોકહીતાર્થના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9.45 કલાકે થલતેજ નજીક સિંધુભવન રોડ નજીક અને પીઆરએલ કોલોની ખાતે નિર્માણ પામેલા મોન્ટેકાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે.
વૃક્ષારોપણ કાર્યક્રમ: સવારે 10.15 કલાકે મકરબા-વેજલપુરમાં હરીયાળી લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી યોજના અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે.
સ્મિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ: સવારે 10.25 કલાકે અમિત શાહ મકરબા વિસ્તારમાં કોર્પોરેટ રોડ સ્થિત નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમનું લોકાર્પણ કરશે.
AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ: સવારે 10.45 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રહ્લાદ નગરના પાંચા તળાવની સામે આવેલા ગ્રીન એકર પાસે AMCના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કરશે.