કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા બૂથ નં.38માં મતદાન કર્યું છે. મતદાન બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થવાના છે .
મતદાન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ભાજપના વિજયનો વિશ્વાસ દર્શાવતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે વખતે થી શહેરી વિકાસ, ગ્રામિણ વિકાસ તથા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણાથી એક વિકાસયાત્રા શરૂ થઇ હતી. ગુજરાતનો જંગલ વિસ્તાર હોય કે, પહાડી વિસ્તાર હોય કે સાગર કિનારો હોય, શહેર હોય ગામ હોય દરેક જગ્યાએ સમગ્ર વિકાસ થાય તે માટે યાત્રા શરૂ થઇ હતી અને આજે આ યાત્રા સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે.