કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના પ્રવાસે છે. તેઓ ગાંધીધામ પહોંચ્યા છે. ગાંધીધામમાં તેમણે કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે. તેમણે પ્લાન્ટ લગાવવા માટે ઇફ્કોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભૂમિપૂજન કરવાના સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનની બિલકુલ નુકસાન નહીં થાય.