આજથી સંસદમાં પાંચ દિવસના વિશેષ સત્રની શરૂઆત થઇ છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દેવાઈ છે. તેની સાથે જ માહિતી સામે આવી છે કે, મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે આગામી બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના અનુસાર, કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે.