કોરોના વાયરસ સામેની જંગમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મોટા 2 નિર્ણય લેવામાં આવ્યા. પ્રથમ નિર્ણય એ છે કે, તમામ સાંસદોના પગારમાં 1 વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તથા બીજો નિર્ણય, 2 વર્ષ માટે સાંસદોને મળતું ફન્ડ સ્થગિત કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ કોરોના વાયરસ સામેની જંગમાં લડવા માટે કરાશે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગેની જાણકારી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી હતી. આ મામલે કેન્દ્ર સરકારે અધ્યાદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલોએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના પગારમાં 30 ટકાના ઘટાડાને સ્વીકાર્યો છે.