દેશમાં બેન્કોના કૌભાંડ કેસમાં પંજાબ નેશનલ બેન્ક તરફથી રજૂ કરવામાં આવેલા લેટર ઓફ અંડરટેકિગ્સ (LOU)ના આધારે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ લગભગ 1000 કરોડ રૂપિયાની લોન આપી હતી. જેની ચૂકવણી આવનાર કેટલાક દિવસોમાં કરવી પડશે. જો પંજાબ નેશનલ બેન્ક 31 માર્ચ સુધી એક હજાર કરોડની ચૂકવણી ના કરે તો યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પીએનબીને ડિફોલ્ટર જાહેર કરી શકે છે.