ગુજરાતના વૈભવશાળી સાંસ્કૃતિક વારસામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. ગુજરાતની ઓળખ એટલે ગરબો અને હવે આ ગરબો ગ્લબોલ બન્યો છે.યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. મહત્વનું છે કે યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકેનું સન્માન આપ્યું હતું.હવે યુનેસ્કોએ ગુજરાતને વિધિવત રીતે પ્રમાણપત્ર અર્પણ કર્યું છે.ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ ૧૫ સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે.