શાહીનબાગ પર PM મોદીની ‘સંયોગ-પ્રયોગ’ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ નિશાન તાકતા કહ્યું કે, બેરોજગારી શું ખાલી સંયોગ છે કે તેમનો(મોદી)નો પ્રયોગ છે? જણાવી દઈએ કે, સોમવારે PM મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે સીલમપુર, જામિયાનગર અને શાહીનબાગમાં CAA વિરોધી પ્રદર્શન ફક્ત સંયોગ નથી પરંતુ એક પ્રયોગ અને રાજનીતિક ષડયંત્ર છે, જેથી દેશના સૌહાર્દને નુકસાન પહોંચાડી શકાય.