વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતમાં રોજગારીની અનેક તકો છે તેવા ગાણા ગાઈ ગુજરાત સરકાર દાવા કરી રહી છે પણ હકીકત એછેકે, આર્જેય ગુજરાતમાં બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે આજદીન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધધધ કહી શકાય તેટલી 15 લાખ અરજીઓ મળી છે. આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ઉપસી આવ્યુ છે.