જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર અનુચ્છેદ ૩૭૦ને મુદ્દે કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ખીણ પ્રદેશમાં યુવાનો પાસે નોકરી નથી તેથી તેમની સમક્ષ હથિયારો ઉઠાવવા સિવાય કોઇ વિકલ્પ નથી. ત્રાસવાદી છાવણીઓમાં ભરતી વધી રહી છે. મહેબૂબા મુફતીના આ નિવેદન પછી રાજકારણ ગરમાયું છે. પીડીપી નેતાએ આક્ષેપ કર્યા હતા કે ભાજપ જમ્મુ કાશ્મીરની જમીન વેચવા માંગે છે. બહારથી આવીને લોકો અહીં નોકરી કરી રહ્યા છે પરંતુ આપણા બાળકોને નોકરી નથી મળી રહી.