દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયા દ્વારા સુખોન ક્ષેત્રમાંથી સવારે 7:00 વાગ્યાથી 7:11 વચ્ચે બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયાની માહિતી આપી હતી. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસના એક દિવસ બાદ જ ઉત્તર કોરિયા એ ફરી એકવાર ઓછા અંતરની બે બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું.