કેન્દ્રની એલટીસી કેશ વાઉચર પ્લાન હેઠળ હવે કેન્દ્ર સરકારના કર્મચારી જીવનસાથી અથવા પરિવારના સભ્યના નામે પણ ખરીદી કરી શકશે તેમ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ્પેન્ડિચરે FAQનો બીજો સેટ ઇશ્યૂ કર્યો તેમાં જણાવાયું છે. પરંતુ જે વ્યક્તિના નામે ખરીદી કરવામાં આવે તે વ્યક્તિ એલટીસી ભાડા માટે પાત્રતા ધરાવતો હોવો જોઈએ. જો કે આ ખરીદી માટે અનિવાર્યપણે ડિજિટલ મોડ અથવા ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, NEFT/RTGSનો ઉપયોગ કરવો પડશે તેમ જણાવાયું છે. ડિપાર્ટમેન્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે કર્મચારીએ સ્કીમનો લાભ લેવા માટેના વિકલ્પની પચારિક કવાયત કરી ના હોવા છતાં ૧૨ ઓક્ટબરે અથવા તે પછી તેણે એવા ગુડ્ઝ અથવા સર્વિસિસની ખરીદી કરી હોય જેના પર ૧૨ ટકા અથવા વધારે જીએસટી લાગુ થતો હોય તેના માટે રિઅમ્બર્સમેન્ટ ક્લેમ કરી શકાશે. નોંધનીય છે કે ૧૨ ઓક્ટોબરે સરકારે એલટીસી કેશ વાઉચરની જાહેરાત કરી હતી જેની હેઠળ લાભ લેવા માટે કર્મચારી ૧૨ ટકા અથવા તેથી વધારે જીએસટી લાગુ થતી હોય તેવા ગુડ્ઝ અથવા સર્વિસિસની ખરીદી કરી શકે છે.