ગુજરાત સરકારે આજે લાભ પાંચમથી વિશેષ નિર્ણય કર્યા છે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. 16 જેટલા નવા MoU થયા છે. 6 માસમાં 10 હજાર 400 કરોડનું રોકાણ થયુ. 14 હજાર લોકોને આઇ ટી ક્ષેત્રે રોજગારી મળી. યુરોપથી લઈને ગુજરાતના દરિયા સુધી કેબલ આવવાનો છે. 5 હજાર કરોડનો ખર્ચ માત્ર કેબલનો થશે. મુંબઇ અને ચેન્નઈ ખાતે આ પ્રકારના સ્ટેશન છે. ગુજરાતમાં 5 જી કનેક્ટિવિટિ આવશે. ગુજરાતને ખૂબ ફાયદો થશે.