ઇન્ફરમેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ ૬૬ એ હેઠળ કોઇ પણ નાગરિક પર કેસ ચલાવી ન શકાય તેમ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે આઇટી એક્ટની આ કલમ સુપ્રીમ કોર્ટે ૨૦૧૫માં રદ કરી દીધી હતી.
રદ કરવામાં આવેલી કલમમાં આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરનાર વ્યકિતને ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઇ હતી.