બિહારમાં મંગળવારે પટનાના સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજના વિભાગના અંડર સેક્રેટરી રાજીવ કુમારની ગોળી મારીને હત્યા કરાઈ હતી. ગોળી વાગ્યા બાદ એમને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ઈલાજ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. હુમલાખોરોએ અંડર સેક્રેટરીના ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.