-
કેન્દ્ર સરકારના ઓડિટ અહેવાલ કેગના રિપોર્ટ નં. 18(2018)માં સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા માટે કેન્દ્ર સરકારના જાહેર સાહસો દ્વારા નિયમની બહાર જઇને સામાજિક કલ્યાણ માટેના ફંડનો દુરૂપયોગ કરાયાની આકરી ટીકા કરવામાં આવી છે. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે અતિશય બાહ્ય દબાણને કારણે ઓએનજીસી,,એચપીસીએલ, આઇઓસી, ભારત પેટ્રોલિયમ અને ઓઇલ ઇન્ડિયાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા માટે 146.83 કરોડનું ભંડોળ આપ્યું હતું. જે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટીના ભાગ તરીકે અપાયું હતું. જો સરદાર હોત તો તેમણે પોતે જ પોતાની આવી પ્રતિમા માટે જાહેર ફંડના આટલા તોંતિંગ ખર્ચનો ચોક્ક્સ વિરોધ કર્યો હોત. એક પ્રતિમા માટે આવા ફંડમાંથી જંગી રકમનો ઉપયોગ એ જે તે જાહેર સાહસો માટે ગંભીર ગેરરીતિ છે. પ્રતિમા પાછળના આવા ખર્ચથી ખરેખર તો ચીનની કંપનીઓને અને તેના અર્થતંત્રને ફાયદો થયો છે.