રશિયા અને યુક્રેને યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટોના પ્રયાસો અંગે આશાવાદી વલણ અપનાવ્યું છે તેવા સમયે રશિયાએ યુદ્ધના ૨૨મા દિવસે પોર્ટ સિટી મારિયુપોલમાં એક થિયટરને આર્ટિલરી હુમલો કરી તોડી પાડયું હતું. કામચલાઉ આશ્રય સ્થાન બનાવાયેલા આ થિયેટરમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો અને આ હુમલામાં બાળકો સહિત ૧૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે તેમ યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. રશિયાની વધતી આક્રમક્તા વચ્ચે અમેરિકા અને બ્રિટને યુક્રેનને વધુ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને ડ્રોન આપવાની જાહેરાત કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી અનેક વખત ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી અપાઈ ચૂકી છે ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. રશિયન હુમલામાં ૧૦૦થી વધુ બાળકોના જીવ બચાવી શક્યો નથી એ ખૂબ નિરાશાજનક છે.