ગુજરાતના ઉના તાલુકાનું શિક્ષક દંપતિ બાળકોમાં વિજ્ઞાન-રસ સિંચી રહ્યું છે. જયદિપભાઈ રામપરામાં વિજ્ઞાન શિક્ષક છે અને તેમના પત્નિ ઈન્દુબા રાણીવશમાં વિજ્ઞાન શિક્ષિકા. તે બંને નિશાળોમાં બાળકોને વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે ભારે પ્રોત્સાહન આપે છે. બાળકોની કલ્પનાઓને પાંખ આપવી અને બાળકોને ગમતું સર્જન કરવા સંશાધન આપવા એ તેમનું ધ્યેય. દંપત્તિ મોબાઈલ સાયન્સ લેબ બનાવી આસપાસના ગામમાં પ્રયોગ શીખવે છે.(સ્ત્રોત -ફૂલછાબ)