ઉનામાં થયેલા દલિત અત્યાચાર એ પૂર્વ આયોજીત કાવતરું હતું, તેમ CID ક્રાઈમની ચાર્જશીટ કહે છે. 1500 પાનાની ચાર્જશીટ મુજબ મોટા સમઢિયાળા ગામે દલિતો પર ગૌમાંસ મળ્યાનો ખોટો કેસ ઉભો કરાયેલો, જેના પગલે ગૌરક્ષકો ઉશ્કેરાયા હતા. આમ, પોલીસની બેદરકારીથી ઉનામાં દલિત અત્યાચાર થયા. આ સંદર્ભે 43 આરોપીઓ સામે કેસ દાખલ કરેલો, જેમાં PI, PSI, ASI અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.