સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ શુક્રવારે સ્પષ્ટ કહ્યું છે કે, નવેમ્બરમાં કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય. યુકેના પ્રતિનિધિ અને સિક્યોરિટી કાઉન્સિલના હાલના અધ્યક્ષ કેરન પિયર્સે કહ્યું છે કે, હાલ દુનિયામાં અન્ય પણ ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે. જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે તો આ મહિને UNમાં આ વિશે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.