૨૦૨૪ના વર્ષ માટેનો ભારતનો વિકાસદર સંયુક્ત રાષ્ટ્રએ સુધારી ૬.૨%ને બદલે ૬.૯% કર્યો છે. આ માટે મુખ્ય કારણ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રમાં વધેલું રોકાણ છે. તે વધતા મૂડી રોકાણનું કારણ લોકોને વધેલો 'ઉપાડ' (વપરાશ) છે, તેમ ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રોના 'ધ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એજ ઓફ લિડ- ૨૦૨૪'માં જણાવાયું છે. જ્યારે ૨૦૨૫ના વર્ષમાં તે દર થોડો ઘટી ૬.૬% રહેવા સંભવ છે તેમ પણ તે અહેવાલ જણાવે છે. આ માટે કારણ દર્શાવતા અહેવાલ જણાવે છે કે, વાસ્તવમાં લોકોનો ઉપાડ (વપરાશ) જ વધ્યો છે તેથી જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણ વધ્યું છે એમ લાગે છે કે, વિદેશની માંગ વધતા વ્યાપાર ઉદ્યોગમાં વધારો થયો છે. વિશેષત: ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સની નિકાસ વધી રહી છે તેથી તે ક્ષેત્રોમાં જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે.