કોરોના મહામારી વિરુદ્ધ વિશ્વવ્યાપી જંગમાં અગ્રણી ભૂમિકા ભજવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ભારતની પ્રશંસા કરી છે. UN ચીફે જણાવ્યુ કે, વૈશ્વિક સંકટના સમયે સક્ષમ દેશોએ અન્ય દેશોની મદદ કરવી જોઇએ.
UNના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોના વિરુદ્ધ લડાઇમાં અસરકારક દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ને ભારતે વિશ્વના 55 દેશોને આપવાની પ્રક્રિયા કરી રહ્યુ છે. HCQને અમેરિકાની એફડીએ, દવા નિયામક સંસ્થાએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી દવા તરીકે દર્શાવી છે. આ દવાનો ન્યૂયોર્કમાં 1500થી વધારે કોરોના દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ દવાનો ઉપયોગ મલેરિયાની સારવારમાં કરવામાં આવે છે.