સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિંસા અને મોતની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને બંને દેશોની મહત્તમ સંયમ રાખવાની અપીલ કરી છે. ગુટરેસેના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા એરી કેનેકોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિંસા અને મોતની ઘટના પર અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અને બંને પક્ષોને મહત્તમ સંયમ રાખવાની સલાહ આપીએ છીએ.
ભારતીય સેનાના જણાવ્યા મુજબ, પૂર્વ લદ્દાખ ઘાટીમાં ચીનના સૈનિકોની સાથે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતીય સેનાના કુલ 20 જવાન શહીદ થઈ ગયા હતા. ચીનના પણ 40 જેટલા સૈનિકો માર્યા ગયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે.