યુનોના મહામંત્રી એન્ટોનિઓ ગુટેર્રસે હતાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રશિયા- યુક્રેન યુદ્ધ તો ચાલ્યા જ કરે તેમ છે અને નજીકના ભવિષ્યમાં શાંતિ મંત્રણા માટે કોઈ આશા દેખાતી નથી.
વર્ષાંતે યોજાનારી નિયમાનુસારની પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે તેઓ અંતરથી ઈચ્છે છે કે આગામી વર્ષનાં અંત સુધીમાં આ યુદ્ધ સમાપ્ત થઈ જાય નહીં તો ૨૦૨૩નું વર્ષ યુક્રેનના નાગરિકો, રશિયન સમાજ અને વૈશ્વિક અર્થતંત્ર માટે હતાશાજનક બની રહેશે.