યુક્રેનના દળોએ રશિયાની સરહદમાં ઘૂસી ભારે તોપમારો કરતાં બેલગોરોડના સરહદી પ્રાંતમાં બુધવારે ઇમરજન્સી જાહેર કરાઇ હતી. નજીકના કુર્સ્ક પર હુમલો કર્યા બાદ ફરી યુક્રેનના દળોએ બેલગોરોડમાં મોટો હલ્લો કરતાં પાંચ હજાર બાળકોને સલામત વિસ્તારોમાં કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ભારતીય દૂતાવાસે બ્રિયાન્સ્ક, બેલગોરોડ અને કુર્સ્કમાં વસતાં ભારતીય સ્ટુડન્ટ્સ તથા ભારતીય નાગરિકોને કામચલાઉ ધોરણે આ વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરી જવા જણાવ્યું હતું.