યુક્રેન પર આક્રમણના પશ્ચિમી દેશોના દાવાઓ વચ્ચે રશિયાએ મંગળવારે અચાનક જ સરહદેથી ટેન્કો અને સૈનિકોને પાછા ખેંચ્યા હોવાનો દાવો કરતાં દુનિયાએ યુદ્ધની સંભાવનાઓ ઘટી હોવાનો હાશકારો લીધો હતો. પરંતુ આ રાહત લાંબો સમય ટકી નહીં. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય અને ટોચની બે બેન્કો પર મંગળવારે રાત્રે સાઈબર એટેક થતાં રશિયા-યુક્રેન સંકટ વધુ ઘેરું બન્યું છે. બીજીબાજુ અમેરિકા, નાટો અને યુરોપના દેશોએ રશિયાએ સૈન્યો અને ટેન્કો પાછા ખેંચ્યા હોવાનો ઈનકાર કરતાં પુતિન પાસે તેના પુરાવા માગ્યા હતા અને કહ્યું હતું કે રશિયાએ યુક્રેન સરહદેથી માત્ર આંશિક દળો પાછા ખેંચ્યા હોવાની શક્યતા છે.