ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની બે દિવસીય સમિટ આજે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં શરૂ થવાની છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, કિવ પણ આ સંગઠનમાં સત્તાવાર રીતે જોડાવા માંગે છે, તે તેનો ભાગ બનશે. જોકે તેના પર પુષ્ટિ કરવા માટે એક ઘોષણા પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તે નિશ્ચિત છે કે યુક્રેન નાટોમાં જોડાશે.