દક્ષિણ યુક્રેનમાં રશિયાના નિયંત્રણવાળા ભાગમાં સ્થિત નોવા કખોવકા ડેમ પર હુમલો થતાં તેની દિવાલનો એક ભાગ તૂટી પડયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે અને યુરોપનો સૌથી મોટો પરમાણુ વીજ એકમ જોખમમાં મુકાયો છે. એટલું જ નહીં અહીં પીવાના પાણીના પુરવઠાની પણ તંગી સર્જાવાનું શરૂ થયું છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર પૂરનું જોખમ સર્જાતા રશિયા અને યુક્રેન બંનેએ તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે. આ સાથે ડેમ પર હુમલા માટે યુક્રેન અને રશિયાએ એકબીજા પર દોષારોપણ કર્યું છે.