યૂક્રેન સરકારે ભારત સાથેની એક વિમાન ડીલમાં લાંચ લેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના એન્ટી કરપ્શન બ્યૂરોનો આરોપ છે કે, એએન-32 વિમાનના પાર્ટ્સની ખરીદી માટે ભારતના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ 17.55 કરોડની લાંચ અપાઈ છે. યૂક્રેન સરકારે તપાસ માટે ભારતનો સહયોગ માગ્યો છે. યૂક્રેનની સરકારી કંપની સ્પેટસટેક્નો એક્સપોર્ટે ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે 26 નવેમ્બર 2014ના રોજ એક સમજૂતિ કરી હતી.