દેશમાં ભારતીય વિશિષ્ય ઓળખ પ્રાધિકરણ (UIDAI) આંગળીઓના નિશાન અને આંખો સિવાય હવે ચહેરાની ઓળખને પણ 1 જુલાઈ 2018 થી સામેલ કરવા તૈયાર છે. આધાર વેરિફિકેશન પહેલા માત્ર ફિંગરપ્રિન્ટ અને આઈરિસ દ્વારા થઈ શકતુ હતુ, પરંતુ હવે ચહેરા દ્વારા પણ આધાર વેરીફિકેશન થઈ શકશે. જેનાથી વૃધ્ધ અને જેને ફિંગર પ્રિન્ટથી ઓળખમાં તકલીફ પડે છે તેને ફાયદો થશે. UIDAI ના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ હોલ્ડર ઓળખ વેરીફાઈ કરવા માટે 1 જુલાઈ પછી ફેસનો ઉપયોગ કરી શકશે. આ માટે એનરોલમેન્ટ સેન્ટર જવાની જરૂર નથી.ઓથોરીટી ડેટાબેઝથી તમારો ફેસ ફોટો લઈને એક્ટિવેટ કરશે, ત્યાર પછી તમે ઈચ્છો ત્યારે આ સુવિધાનો લાભ લઈ શકશો.