યૂનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India, UIDAI) એ PVC કાર્ડ સંબંધિત અપડેટની તપાસ માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરી છે. ઈન્ટરએક્ટીવ વોઈસ રિસ્પોન્સ (Interactive voice response, IVR) ટેકનોલોજી પર તમામ સુવિધાઓ અઠવાડિયાના ચોવીસ કલાક ઉપલબ્ધ હશે. યૂઝર્સ આ કાર્ડની અપડેટની તપાસ કરી શકે છે અને SMSની મદદથી તમામ જાણકારી મેળવી શકે છે.