કોવિડ-૧૯ને કારણે અમલી બનેલા લોકડાઉનને તબક્કાવાર ખોલવાની પ્રક્રીયાના ભાગરૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા દેશભરમાં યુનિવર્સિટી અને કોલેજોને પુનઃ શરૂ કરવા ગાઇડલાઇન જાહેર કરાઇ છે. નવી ગાઇડલાઇન મુજબ સંબંધિત રાજ્ય સરકારોનો સંપર્ક સાધીને કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં યુનિવર્સિટી અને કોલેજ ખોલી શકાશે. ગાઇડલાઇનનું મુલ્યાંકન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પણ થઇ ચુક્યું છે. ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય તેને મંજૂરી આપી ચૂક્યા છે.
સોશિયલ ડિસ્ટન્સના અનુપાલન માટે યુજીસીએ છ દિવસનું સપ્તાહ અને વર્ગખંડનું ટૂંકૂ કદ સૂચવ્યું છે. જોકે સંસ્થાની જરૂરિયાત મુજબ દિવસ દરમિયાન શૈક્ષણિક કલાકોમાં વૃદ્ધિ થઇ શકશે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સની જરૂરિયાત પૂરી થઇ શકે તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુસર વર્ગખંડોમાં શિક્ષણ પણ તબક્કાવાર આપી શકાય તે હેતુસર છ દિવસનું સપ્તાહ સૂચવવામાં આવ્યું છે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે તે હેતુસર યુનિવર્સિટી અને કોલેજ વર્ગખંડના કદને ઘટાડવાની દિશામાં પણ વિચારી શકે.