કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર આપેલા પોતાના વિવાદિત નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. ઉદિત રાજે ટ્વિટ કરીને કહ્યુ કે શબ્દ પસંદ કરવામાં તેમનાથી ભૂલ થઈ ગઈ, જેના માટે તેમને દુઃખ છે. આ સાથે જ ઉદિત રાજે એ પણ કહ્યુ કે એ સવાલ કરવાનુ નહિ છોડે કારણકે આ તેમનો અધિકાર છે. રાષ્ટ્રપતિજી(દ્રૌપદી મુર્મૂ)એ નિવેદન સમજી-વિચારીને આપવા જોઈએ.