સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે શરૂ થયેલા વાક્યુદ્ધે બુધવારે મુંબઇમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું. કંગના રનૌત અને શિવસેના વચ્ચેના જુબાની જંગમાં ન કેવળ નૈતિકતાના લીરેલીરા ઊડયા પરંતુ રાજનીતિ કેટલી અધમ કક્ષાએ પહોંચી છે તેનો ઉદાહરણ મુંબઇમાં જોવા મળ્યો હતો. શિવસેના સાથેના જુબાની જંગના પગલે બીએમસીએ કંગના રનૌતને રાજકીય લક્ષ્યાંક બનાવી તેની ઓફિસ અને બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાની નોટિસ ફટકારી હતી. કંગનાના વકીલે બીએમસીને તેની નોટિસનો જવાબ ૭ દિવસમાં આપવા માગેલી મહેતલની પણ રાહ જોવાઇ નહોતી. કંગના રનૌત બુધવારે ૩ કલાકે મુંબઇ પહોંચે તે પહેલાં જ બીએમસીનાં ધાડાં બુલડોઝર સાથે બાંદ્રા વેસ્ટના પાલી હિલ વિસ્તારમાં આવેલા તેના બંગલા મણિકર્ણિકા ખાતે પહોંચી હતી અને કંગનાની ઓફિસ અને બંગલામાં તોડફોડ શરૂ કરી દીધી હતી.