મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામા પર અંતિમ વિરામ લાગી રહ્યો છે. ગુરૂવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તે આ પદ પર બેસનાર ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય હશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે યોજાશે. વિધાનસભા ચૂંટણીમાં 56 સીટો જીતનાર શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવવા જઇ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે સાથે ત્રણેય પાર્ટીના બે-બે નેતાઓ પણ શપથ લેશે.