શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી અંગે આકરો પ્રશ્ન કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પક્ષના મુખપત્ર 'સામના'માં એક અહેવાલ દ્વારા રાહુલગાંધીનો ડર શા માટે? એવો સવાલ પીએમ મોદીને કર્યો છે. રીપોર્ટ અનુસાર ઠાકરેએ કહ્યું કે કોંગ્રેસવાળાઓએ વડાપ્રધાન પદનો ઉમેદવાર ભાજપવાળાઓને પૂછીને નક્કી કરવો એવો હઠ શા માટે? રાહુલ ગાંધી સારા કે ખરાબ એનો નિર્ણય જનતા કરશે.