મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે (શુક્રવારે) તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી પહોંચી સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન સાત લોક કલ્યાણ માર્ગ જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત પણ કરવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનાએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે.