મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં કોલ્હાપુરમાં શિવસેનાનું સંમેલન થયું. આ અવસર પર એકનાથ શિંદેએ સમાપાન ભાષણ આપ્યું. સમાપન ભાષણમાં એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર તીખો હુમલો કર્યો. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલી, માતોશ્રીથી પરેશાની, તિરસ્કાર અને અપમાન પર ટિપ્પણી કરતા ઉદ્ધવ ઠાકરેને અરીસો બતાવ્યો.
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ એક વખત નહીં પણ બે-બે વખત ભાજપ અને વડાપ્રધાન મોદી સાથે અપ્રમાણિકતા કરી. ઉદ્ધવ ઠાકરેએ 2019નું ચૂંટણી ભાજપ સાથે લડી પર સ્વાર્થ માટે સરકાર બીજા સાથે બનાવી લીધી અને છેતરપિંડી કરી. બાલાસાહેબ જ્યારે જીવતા હતા, ત્યારે માતોશ્રી એક પવિત્ર મંદિર હતું. બાલાસાહેબ તમામ શિવસૈનિકોના દેવતા હતા, તેમના પુણ્યને ઉદ્ધવ ઠાકરેએ વેચી દીધુ. હવે માતોશ્રી વેરાન હવેલી થઈ ગઈ છે, ત્યાંથી માત્ર અપશબ્દો અને ટીકા-ટિપ્પણી સાંભળવા મળે છે.