દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનની સમય મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. આ અંગે CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્ર બંધ રહેશે. રાજ્ય આ કપરી પરિસ્થિતિમાં પણ દેશને રસ્તો બતાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ અને ઓડિશા બાદ મહારાષ્ટ્ર લોકડાઉનની સમયમર્યાદા વધારનારું ત્રીજું રાજ્ય બની ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ સત્તાકીય જાહેરાત કરીને લોકડાઉનને બે અઠવાડિયા માટે લંબાવી દીધું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.