મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યો દ્વારા બળવાને પગલે લઘુૂમતીમાં મુકાઈ ગયેલી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને ફ્લોર ટેસ્ટનો સામનો કરવા રાજ્યપાલે આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કરી દીધા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાતે જ એક જાહેર પ્રવચન સાથે રાજીનામું ધરી દીધું હતું. આ સાથે જ ૩૧ મહિના જૂની શિવસેના-એનસીપી અને કોંગ્રેસની થ્રી વ્હીલર સરકારનો અંત આવ્યો હતો અને હવે બળવાખોરોના ટેકા સાથે દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળ ભાજપની વૈકલ્પિક સરકાર રચવાનો માર્ગ મોકળો બન્યો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પોતાની સાથે ૫૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ સરકાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં પરાસ્ત થશે એ નિશ્ચિત બની ગયું હતું. જોકે, ફ્લોર ટેસ્ટનો સામનો કરવાને બદલે ઉદ્ધવે રાજીનામું આપી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનું ટાળ્યું હતું.