મુંબઈમાં શિવસેના યુબીટીના નેતા અભિષેક ઘોસાલકર (Abhishek Ghosalkar) પર જીવલેણ હુમલો કરાયો છે. ફેસબુક લાઈવ વખતે ઘોસાલકર પર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. ઈજાગ્રસ્ત શિવસેના નેતાને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અભિષેક પર હુમલો કરવાના થોડા સમય બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી છે. ઘટના વખતે અભિષેક હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ (Facebook Live) કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે