-
જાણીતી ટીવી મિડિયા સ્ટાર ઇન્ડિયાના ચેરમેન અને સીઇઓ ઉદય શંકરને બઢતી આપીને હવે તાકીદના ધોરણે ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ફોક્સ એશિયાના પ્રેસીડેન્ટ બનાવવામાં આવ્યાં છે. આ અંગે ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી ફોક્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉદય શંકર તેમની નવી ભૂમિકામાં સમગ્ર એશિયામાં ફોક્સના વિડિયો બીઝનેસને જોશે જેમાં સ્ટાર ઇન્ડિયા અને ફોક્સ નેટવર્ક ગ્રુપનો પણ સમાવેશ થાય છે. તેઓ રીજીયનમાં ચાવીરૂપ રણનીતિમાં મેનેજમેન્ટ સાથે હળીમળીને કામ કરશે. તેઓ નવી જવાબદારીની સાથે સ્ટાર ઇન્ડિયાના ચેરમેન અને સીઇઓની જવાબદારી પણ સંભાળશે. સ્ટાર ઇન્ડિયા મનોરંજન અને રમતગમત ક્ષેત્રે 8 ભાષામાં 60 કરતાં વધારે ચેનલો ધરાવે છે.